03/10/2026
02 10 2026
આજે સર્વમંગલ આરોગ્યધામ ખાતે Indian Naturopathy Organization (INO) તથા અખિલ ભારતીય પ્રાકૃતિક જીવન સંઘના સંયુક્ત આયોજન દ્વારા એક સુંદર Naturopathy Education Programનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 60થી વધુ સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મેં Naturopathy વિષય પર શૈક્ષણિક વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ સર્વમંગલ આરોગ્યધામના યોગ ટ્રેનર માધવીબેન દ્વારા યોગ સેશન યોજવામાં આવ્યું હતું. સાથે સાથે સહભાગીઓને મડપેક થેરાપીનો પ્રત્યક્ષ અનુભવ પણ કરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન બંને સંસ્થાના પ્રતિનિધિઓ વિજયભાઈ શેઠ તથા દિનેશભાઈ મુંદડા દ્વારા સર્વમંગલ આરોગ્યધામના ટ્રસ્ટીશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આપણા કેમ્પસ ખાતે ભવિષ્યમાં પણ આવા નિયમિત શૈક્ષણિક તથા જનજાગૃતિ કાર્યક્રમો યોજવા અંગે સહમતિ થઈ છે.
સર્વમંગલ આરોગ્યધામને માત્ર સારવાર કેન્દ્ર તરીકે નહીં પરંતુ આયુર્વેદ, યોગ, નેચરોપથી અને પ્રિવેન્ટિવ હેલ્થ અંગે જનજાગૃતિ તથા શિક્ષણનું કેન્દ્ર બનાવવાની દિશામાં આ એક સુંદર પગલું છે.
ડો. આલાપ અંતાણી
Chief Medical Officer
સર્વમંગલ આરોગ્યધામ, ભુજ