Sursagar Dairy

Call Directions Website Contact the business

Sursagar Dairy Veterinary medicine is the branch of medicine that deals with the prevention, diagnosis and treatment of disease, disorder and injury in non-human animals.

સુરસાગર ડેરી વઢવાણ કેટલફીડ પ્લાન્ટ, પાટડી (યુનિટ-3) ખાતે કર્મચારીશ્રી નન્નાભાઈ પી. કોળીપટેલનો ભાવભર્યો વિદાય સમારંભસુરસા...
31/07/2026

સુરસાગર ડેરી વઢવાણ કેટલફીડ પ્લાન્ટ, પાટડી (યુનિટ-3) ખાતે કર્મચારીશ્રી નન્નાભાઈ પી. કોળીપટેલનો ભાવભર્યો વિદાય સમારંભ
સુરસાગર ડેરી વઢવાણના કેટલફીડ પ્લાન્ટ, પાટડી (યુનિટ-3) ખાતે ફરજ બજાવતા કર્મચારીશ્રી નન્નાભાઈ પી. કોળીપટેલ આજરોજ તા. ૩૧-૦૭-૨૦૨૬ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમના સન્માનમાં ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો.શ્રી નન્નાભાઈ વર્ષ ૨૦૧૭થી સુરસાગર ડેરી પરિવાર સાથે જોડાયેલા હતા. આ પ્રસંગે તેમની દૂધ સંઘ સાથેની સેવાયાત્રાની અનેક સંસ્મરણોને તાજા કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ તેમની નિષ્ઠાપૂર્વકની સેવા, સમયપાલન, સરળ સ્વભાવ અને કાર્ય પ્રત્યેની સમર્પિત ભાવનાની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં દૂધ સંઘના માનનીય એમ.ડી.શ્રી ગુરદીતસિંઘ સાહેબ,વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ શ્રી નન્નાભાઈને શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનપૂર્વક વિદાય આપી તથા તેમના સ્વસ્થ, સુખમય અને આનંદમય નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે સુરસાગર ડેરી ખાતે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ વી. ખટારિયા તથા એમ.ડી. શ્રી વિશ્વનાથ નલવડે સાહેબે સૌજન્ય મુલાકાત ...
29/07/2026

આજે સુરસાગર ડેરી ખાતે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ વી. ખટારિયા તથા એમ.ડી. શ્રી વિશ્વનાથ નલવડે સાહેબે સૌજન્ય મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે સુરસાગર ડેરીના ચેરમેન શ્રી નરેશકુમાર મારુ, પૂર્વ ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડ તેમજ એમ.ડી. શ્રી ગુરદિત સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

મુલાકાત દરમિયાન બંને ડેરી સંસ્થાઓ વચ્ચે પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. ડેરી ક્ષેત્રના સર્વાંગી વિકાસ, પશુપાલકોના હિત અને સહકારી ચળવળને વધુ સશક્ત બનાવવા અંગે અર્થપૂર્ણ અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ સૌજન્ય મુલાકાતે સહકારથી સમૃદ્ધિના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.

16/07/2026
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.અને ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે શ્રી રતન...
15/07/2026

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.અને ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સંયુક્ત ઉપક્રમે શ્રી રતનપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. પર રતનપર, કકેશ્વર, કૃષ્ણનગર, પાર્વતીનગર, કલ્યાણપર એમ કુલ પાંચ મંડળી ઓના વ્યવસ્થાપક કમિટી સભ્યોનો તાલીમ વર્ગ તારીખ ૧૪.૭.૨૬ ના રોજ યોજાયેલ જેમાં ફેડરેશનના પ્રતિનિધિ શ્રી માયાબેન અખાણી દૂધ સંઘ માંથી ડેપ્યુટી મેનેજર શ્રી ડી આઈ પનારા સાહેબ , શ્રી પંકજભાઈ તંબોલીયા તેમજ ધાંગધ્રા તાલુકા ના સુપરવાઇઝર શ્રી સંજય ભાઈ ડાંગર ઉપસ્થિત રહેલ જેમાં વ્યવસ્થાપક કમિટી કાર્યક્રમ નો હેતુ ,દિશા સૂચન,કાર્યક્રમ ની જરૂરિયાત,અમુલ પેટર્ન ,કમિટી સભ્યો નું SWOT એનાલિસિસ, તેમજ દૂધ સંઘ અને સરકાર તરફથી મળતી તમામ સેવાઓ અને યોજનાઓ વગેરે વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. પાંચેય મંડળી ના વ્યવસ્થાપક કમિટી ના સભ્યોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. તેમજ સુરસાગર ડેરીના ધાંગધ્રા તાલુકાના બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી નવઘણભાઈ, કોંઢ મંડળીના પ્રમુખ શ્રી જયુભા, રતનપર ગામના સરપંચ શ્રી રણજીતસિંહ, તેમજ તાલુકા સદસ્ય શ્રી રણજીતસિંહ ઝાલા હાજર રહી કાર્યક્રમની શોભા વધારેલ.શ્રી રતનપર દૂધ મંડળીના મંત્રી શ્રી ઘનશ્યામભાઈ ડોડિયા એ મંડળીની પ્રગતિની ઝાંખી કરાવી તેમજ રૂપિયા 23 લાખનો નફો ફાળવવાનું જણાવેલ.

🌸 સુરસાગર ડેરી માટે ગૌરવની ક્ષણ... 🌸આજ રોજ સુરસાગર ડેરી, વઢવાણ ખાતે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઈન્ડિયા (NCDFI) ના મ...
11/07/2026

🌸 સુરસાગર ડેરી માટે ગૌરવની ક્ષણ... 🌸

આજ રોજ સુરસાગર ડેરી, વઢવાણ ખાતે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઈન્ડિયા (NCDFI) ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શ્રીનિવાસ સજ્જા સાહેબે શુભેચ્છક મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે સુરસાગર ડેરીની વિવિધ પ્રવૃત્તિઓ, સહકારી વિકાસના કાર્યો તેમજ પશુપાલકોના કલ્યાણ માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી મેળવી અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.

ઝાલાવાડની ગૌરવશાળી પરંપરા અનુસાર સુરસાગર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરદીતસિંહજી દ્વારા બંડી અને પાઘડી પહેરાવી ડૉ. શ્રીનિવાસ સજ્જા સાહેબનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે સુરસાગર ડેરી પરિવાર તરફથી તેમનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું.

સહકારથી સમૃદ્ધિ તરફ સતત આગળ વધી રહેલી સુરસાગર ડેરી માટે આ મુલાકાત પ્રેરણાદાયી, ગૌરવપૂર્ણ અને યાદગાર બની રહી.

#સુરસાગરડેરી #સહકારથીસમૃદ્ધિ

પ્રેસનોટઆજ રોજ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી (પૂર્વે IRMA), આણંદના એમ.બી.એ.ના વિદ્યાર્થીઓએ સુરસાગર ડેરીની મુલાકાત લીધી હતી...
09/07/2026

પ્રેસનોટ

આજ રોજ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી (પૂર્વે IRMA), આણંદના એમ.બી.એ.ના વિદ્યાર્થીઓએ સુરસાગર ડેરીની મુલાકાત લીધી હતી. સહકારી ક્ષેત્રના વ્યવહારુ અભ્યાસના ભાગરૂપે વિદ્યાર્થીઓ આગામી ત્રણ દિવસ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં રહીને ગ્રામ્ય સહકારી તંત્ર, દૂધ સંગ્રહ વ્યવસ્થા, સભાસદોને અપાતી સેવાઓ, પશુપાલન વિકાસ કાર્યક્રમો તથા સહકારી વ્યવસ્થાપનની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરશે. (IRMA)

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સુરસાગર ડેરીના દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ આઇસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત લઈ દૂધ સ્વીકૃતિથી લઈને ગુણવત્તા નિયંત્રણ, પ્રોસેસિંગ, પેકેજિંગ, કોલ્ડ ચેઇન અને તૈયાર ઉત્પાદનોના ઉત્પાદન અંગે વિગતવાર માહિતી મેળવી. ડેરીના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સહકારી દૂધ વ્યવસાયના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રકારનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્રની વાસ્તવિક કાર્યપદ્ધતિને નજીકથી સમજવાની ઉત્તમ તક પૂરી પાડે છે તથા ગ્રામ્ય વિકાસ અને સહકારી ચળવળ પ્રત્યે વ્યવહારુ દૃષ્ટિકોણ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.

૬૦ લાભાર્થી પરિવારોને રૂ.૩૨,૮૦,૦૦૦/- લાખની મરણોત્તર સહાયના ચેક અને ૩૩ પશુપાલકોને ૧૨ દૂધાળા પશુ યોજના અંતર્ગત લોન સેન્કશન...
07/07/2026

૬૦ લાભાર્થી પરિવારોને રૂ.૩૨,૮૦,૦૦૦/- લાખની મરણોત્તર સહાયના ચેક અને ૩૩ પશુપાલકોને ૧૨ દૂધાળા પશુ યોજના અંતર્ગત લોન સેન્કશન લેટરનું વિતરણ સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા ખેડૂત કલ્યાણને પ્રાધાન્ય આપતી બે મહત્વપૂર્ણ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દૂધ સંઘની મરણોત્તર સહાય યોજના હેઠળ દૂધ ભરતા ગ્રાહકોના અવસાન બાદ તેમના વારસદારોને સહાયરૂપે ૬૦ લાભાર્થી પરિવારોને કુલ રૂ.૩૨,૮૦,૦૦૦/- ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. આ યોજના દ્વારા મુશ્કેલ સમયમાં ખેડૂત પરિવારોને આર્થિક બળ પૂરું પાડવાનો દૂધ સંઘનો ઉદ્દેશ્ય છે.

આ ઉપરાંત ગુજરાત સરકારની ૧૨ દૂધાળા પશુ યોજના અંતર્ગત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી કુલ ૯૩ પશુપાલકોના લોન માટેનો પ્રાથમિક મંજુરી પત્ર પાસ કરવામાં આવેલ જેમાંથી ૩૩ પશુપાલકોને પ્રાથમિક મંજુરી પત્ર એનાયત કરવામાં આવ્યા. આ યોજનાથી પશુપાલકો આધુનિક ડેરી વ્યવસાયનો વિકાસ કરી શકશે, દૂધ ઉત્પાદનમાં વધારો થશે અને તેમની આવકમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થશે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે સહકારી ચળવળનો મુખ્ય હેતુ ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસનો છે. દૂધ સંઘ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ ખેડૂત પરિવારોને સુરક્ષા અને સમૃદ્ધિ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કાર્યક્રમમાં દૂધ સંઘના ચેરમેનશ્રી,પૂર્વ ચેરમેનશ્રી, ડીરેક્ટરશ્રીઓ તેમજ મેનેજીંગ ડીરેક્ટરશ્રી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ, સહકારી દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ, લાભાર્થી પશુપાલકો તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. દૂધ સંઘ દ્વારા ભવિષ્યમાં પણ ખેડૂતોના હિતમાં આવી લોકકલ્યાણકારી યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

🌿 સહકારના ૫ વર્ષની સાપ્તાહિક ઉજવણી 🌿આજ રોજ વઢવાણ તાલુકાના શ્રી રતનપર ખાણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, મુ. રતનપર ખાતે સુરસાગ...
03/07/2026

🌿 સહકારના ૫ વર્ષની સાપ્તાહિક ઉજવણી 🌿
આજ રોજ વઢવાણ તાલુકાના શ્રી રતનપર ખાણ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, મુ. રતનપર ખાતે સુરસાગર ડેરી દ્વારા સભાસદ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સુરસાગર ડેરીના અધિકારીઓ, મંડળીના સંચાલકો તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં કુલ ૧૮ નવા સભાસદોને મંડળીમાં જોડવામાં આવ્યા, જે સહકારના વિસ્તરણ અને દૂધ ઉત્પાદકોના સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે.
🤝 "સહકારથી સમૃદ્ધિ"ના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત દરેક ગામે – દરેક મંડળીમાં સભાસદ વધારો, સહકાર મજબૂત બનાવો.
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.
સુરસાગર ડેરી, વઢવાણ
દૂધ ઉત્પાદકોનો વિકાસ... સહકારનો વિકાસ... ગામનો વિકાસ... 🥛🌱

🌿 સહકારથી સમૃદ્ધિના ૫ વર્ષ 🌿મહિલા પશુપાલકોનું સન્માનસુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. – સુરસાગર ડેરી, સુરેન...
01/07/2026

🌿 સહકારથી સમૃદ્ધિના ૫ વર્ષ 🌿
મહિલા પશુપાલકોનું સન્માન
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. – સુરસાગર ડેરી, સુરેન્દ્રનગર દ્વારા "સહકારથી સમૃદ્ધિના ૫ વર્ષ" અંતર્ગત મહિલા પશુપાલકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો.
પશુપાલનમાં મહિલાઓનું યોગદાન માત્ર પરિવાર પૂરતું નથી, પરંતુ ગામ, સહકાર અને દેશની સમૃદ્ધિનું પણ મજબૂત આધારસ્તંભ છે. તેમના પરિશ્રમ, સમર્પણ અને આત્મનિર્ભરતાને વંદન.
🌱 મહિલા સશક્તિકરણ
🐄 પશુપાલનથી આર્થિક સમૃદ્ધિ
🤝 સહકારથી વિકાસ – સમૃદ્ધ પરિવાર, સમૃદ્ધ ગામ
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.
સુરસાગર ડેરી, સુરેન્દ્રનગર
સહકારની શક્તિ • મહિલાની ભક્તિ • ગામની પ્રગતિ • દેશની સમૃદ્ધિ 💚
#સુરસાગરડેરી #સહકારથીસમૃદ્ધિ #મહિલાપશુપાલક #મહિલાસન્માન #સહકાર #સુરેન્દ્રનગર

🧹 સહકારી સમૃદ્ધિના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે✨ "દરેક ગામની દરેક મંડળી – સાફ-સફાઈ અભિયાન" ✨સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ...
01/07/2026

🧹 સહકારી સમૃદ્ધિના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે
✨ "દરેક ગામની દરેક મંડળી – સાફ-સફાઈ અભિયાન" ✨
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ ગામોની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા સાફ-સફાઈ અભિયાન યોજવામાં આવ્યું.
સ્વચ્છ પરિસર, સ્વસ્થ પશુપાલક અને સમૃદ્ધ સહકારના સંકલ્પ સાથે સૌએ ઉત્સાહભેર શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
આપણે સૌ મળીને સંકલ્પ કરીએ...
🌿 સ્વચ્છ મંડળી – સ્વસ્થ ગામ – સમૃદ્ધ સહકાર
સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.
સુરસાગર ડેરી
#સહકારીસમૃદ્ધિ #5વર્ષનીઉજવણી #સાફસફાઈઅભિયાન #સ્વચ્છમંડળી #સુરસાગરડેરી

Address

Sursagar Dairy, Plot No. 249, Phase-2, Ambawadi G. I. D. C Wadhwan, Surendranagar
Surendranagar District
363035

Alerts

Be the first to know and let us send you an email when Sursagar Dairy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sursagar Dairy:

Shortcuts

Share

Nearby health & beauty businesses